🔥 ट्रेंडिंग कलम और कविताओं से पहले ज़िला दलित विद्... ਹੁਣ ਸਕੂਲਾਂ ''ਚ ਹੀ ਵਿਦਿਆਰਥੀਆਂ ਨੂੰ ਸਿਖਾਇ... बजरंग दल की मासिक जिलास्तरीय बैठक बाबा... ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯೋತ್ಸವ ರತ್ನ ಪ್ರಶಸ್ತಿಗೆ ಸೂರ... मुख्यमंत्री भजनलाल शर्मा पहुंचे खाटूश्... बहराइच में परिक्षित शर्मा और राजा भंडा...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં શ્રીજી વિદ્યાલયનો ભવ્ય સાંસ્કૃતિક મેળો યોજાયો

ભરૂચમાં શ્રીજી વિદ્યાલયનો ભવ્ય સાંસ્કૃતિક મેળો યોજાયો

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 05 अक्टू. 2026, 05:29 PM 👁 2,449
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભરૂચ જિલ્લામાં પ્રથમવાર શ્રીજી વિદ્યાલય, સુરવાડી, અંકલેશ્વર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, કલા, ઐતિહાસિક વારસો અને સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક મેળામાં શાળાના ટ્રસ્ટીશ્રી, વાલીગણ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. વિવિધ રજૂઆતો અને પ્રદર્શન દ્વારા ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને જીવંત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.
આજના ટેકનોલોજીપ્રધાન અને ઝડપી યુગમાં નવી પેઢીને આપણી પ્રાચીન અને ભવ્ય ભારતીય સંસ્કૃતિ તથા લુપ્તપ્રાય બનતી પરંપરાઓથી પરિચિત કરાવવાનો આ પ્રયાસ ખાસ નોંધપાત્ર રહ્યો હતો.
મેળાની વિવિધ રજૂઆતોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત, સર્જનાત્મકતા અને સમર્પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ખાસ કરીને ઇતિહાસ વિષય સાથે જોડાયેલી વિવિધ બાબતોનું પ્રત્યક્ષ નિદર્શન વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે અનુભવ મેળવવાની અનોખી તક બની રહ્યું.
પુસ્તકોમાં વાંચેલી ઐતિહાસિક બાબતોને પ્રત્યક્ષ રીતે નિહાળવાથી વિદ્યાર્થીઓમાં ઇતિહાસ વિષય પ્રત્યે વધુ રસ અને સમજણ વિકસે તેવો આ કાર્યક્રમનો હેતુ પણ સફળ રહ્યો હતો.
સમગ્ર સાંસ્કૃતિક મેળો ભવ્ય, જ્ઞાનવર્ધક અને મનમોહક રહ્યો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે તેમને ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે જોડવાનો શ્રીજી વિદ્યાલયનો આ પ્રયાસ ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો.
આ સુંદર અને સંસ્કારસભર કાર્યક્રમના આયોજન બદલ શ્રીજી વિદ્યાલયના આદરણીય આચાર્યશ્રી આશિષ કે. પટેલ તથા સમગ્ર શિક્ષકગણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીગણને ભારતીય સંસ્કૃતિ અને વારસાનો અનોખો અનુભવ કરાવનાર સમગ્ર શ્રીજી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App