🔥 TRENDING Amitabh Bachchan Celebrates 84th Birth... ‘Community’ Cast Updates Fans on Upcom... New Naruto Anime Series Announced Alon... Raveena Tandon Starts Filming Kannada... Telangana Today opinion links literacy... K. Laxman clinches men’s Indian Round...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની સંજયનગરમાં ગંદા પાણીની સમસ્યા: રહેવાસીઓની ફરિયાદો છતાં તંત્રની નિષ્ક્રિયતા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 05 Oct 2026, 02:30 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં સંજયનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની સમસ્યા ફરીથી સામે આવી, અને સ્થાનિક રહેવાસીઓની ફરિયાદો છતાં તંત્રે કોઈ નક્કર પગલાં લીધા નથી.

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ સંજયનગર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવવાની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા લાંબા સમયથી પાલિકાના સ્થાનિક વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા.

સ્થાનિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે સામાન્ય જનતા જ્યારે અધિકારીઓ સમક્ષ પોતાની સમસ્યા કે વેદના રજૂ કરે છે ત્યારે પાલિકા તંત્ર આંખ આડા કાન કરી લેશે. જ્યારે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજકીય નેતા કે વગદાર વ્યક્તિ દરમિયાનગીરી કરે ત્યારે જ અધિકારીઓ હરકતમાં આવે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો તંત્ર જાગૃત હોય તો સામાન્ય નાગરિકોની ફરિયાદો દિવસો સુધી કેમ વણઉકેલાયેલી પડી રહે છે?

કોર્પોરેટરે નળ ચાલુ કરીને પાણી જોતાં સ્તબ્ધ થઈ ગયા દરમિયાન, રહીશોની મુશ્કેલી વધતા આખરે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 25ના કોર્પોરેટર સંજયભાઈ પાટીલનો સંપર્ક સાધ્યો હતો. સ્થાનિક મહિલાઓએ શુક્રવારે સાંજે ફોન કરી સમગ્ર વાસ્તવિકતા જણાવતા કોર્પોરેટર સંજયનગર વિસ્તારની ગલીઓમાં પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે નળ ચાલુ કરાવીને જોતાં ખુદ સ્તબ્ધ થઈ ગયા હતા.
📲Get App