🔥 TRENDING Odisha Marks Birth Anniversary of Mart... ભારતમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો, ખ... ಕೆ. ಬೇವಿನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಡಾ. ನಾಲ್ವಡಿ ಶಾಂತಲಿ... મહેસાણામાં પેરોલ જમ્પ થયેલ કાચા કામના... દોસ્તાર પાસેથી ઉધાર લીધી કારમાં દુર્ઘટ... Odisha Tourism Unveils New Website & I...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ચેક રીટર્ન કેસમાં દોઢ વર્ષથી નાસતા શિક્ષકને ગાંધીનગરથી ઝડપી લીધો..
Crime

ચેક રીટર્ન કેસમાં દોઢ વર્ષથી નાસતા શિક્ષકને ગાંધીનગરથી ઝડપી લીધો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 05 Oct 2026, 07:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા-પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાંચે ચેક રીટર્ન કેસમાં દોઢેક વર્ષથી નાસતા ફરતા લવાડ ફાર્મ પ્રાથમિક શાળાના શિક્ષક મોહનભાઈ દેસાઈને ગાંધીનગરથી ઝડપી લીધો છે..

બનાસકાંઠામાં-:
ચેક રીટર્નના કેસમાં દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપી શિક્ષકને પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાંચ (લ.સી.બી.) દ્વારા ગાંધીનગરથી ઝડપી લેવામાં આવ્યો છે.આરોપી મોહનભાઈ બાબરભાઈ દેસાઈ ગાંધીનગરના દહેગામ તાલુકામાં આવેલી લવાડ ફાર્મ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જણાયું છે.તેઓ ગાંધીનગરના અક્ષરધામ ચાર રસ્તા નજીકથી પકડવામાં આવ્યા છે.નામદાર બીજા એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટની કોર્ટ ડીસા ખાતે ભગવતીબેન અમૃતભાઈ પ્રજાપતિ દ્વારા આરોપી મોહનભાઈ દેસાઈ સામે નાણા પરત ન આપવા સંબંધે ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ડીસા કોર્ટ દ્વારા વારંવાર આરોપી સામે સમન્સ અને પકડ વોરંટ જારી કરવા છતાં તેઓ કોર્ટમાં હાજર રહેતા ન હોવાથી તેમની પકડ માટે એલ.સી.બી.ની ટીમે તજવીજ હાથ ધરી હતી.અગાઉ આરોપી પાલનપુર મહિલા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે..

પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નામદાર કોર્ટોમાંથી આવતા સમન્સ અને વોરંટોની સમય મર્યાદામાં બજવણી થાય તે માટે અલગ-અલગ ટીમો બનાવવા સૂચના આપી હતી.આ સૂચના અંતર્ગત ડી.એમ. રાઠોડ પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી., પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ. ગઢવીની ટીમ દ્વારા આરોપીને શોધવામાં આવ્યો હતો.આરોપી મોહનભાઈ દેસાઈનું સરનામું બોરીજ, તા. જી. ગાંધીનગર છે. તેમનો ગુનાહિત ઇતિહાસ પાલનપુર મહિલા પોલીસ સ્ટેશન ગુના નં. ૧૧૧૯૫૦૦૬૨૪૦૦૧૬/૨૦૨૪ (ઈ.પી.કો.ક. ૩૭૬(૨), (એન), ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬(૨)) મુજબ નોંધાયેલો છે.ઝડપાયેલા આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.આ કાર્યવાહીમાં પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,હેડ કોન્સ્ટેબલ અંકીતભાઈ મોતીભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિંહ મોતીસિંહ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ શ્રોફ,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જશવંતસિંહ કરશનજી.
📲Get App