🔥 TRENDING കേരള ലളിതകലാ അക്കാദമിയിൽ പുതിയ ചെയർമാൻ... सिकराय के गीजगढ़ गांव के पहाड़ी किले म... Nc Goes into active model in kashmir Kuki groups call for impartial investi... 9th Rashtriya Poshan Maah Observed in... Manipur Forest Chief Calls for Public‑...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વેરાવળથી ચોટીલા જતા માંધાતા ગ્રુપના ૧૨૦ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત, ઠંડા પીણાંનું વિતરણ
Religion

વેરાવળથી ચોટીલા જતા માંધાતા ગ્રુપના ૧૨૦ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત, ઠંડા પીણાંનું વિતરણ

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 05 Oct 2026, 07:30 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેરાવળથી ચોટીલા સુધીની પદયાત્રા પર જતા માંધાતા ગ્રુપના ૧૨૦ પદયાત્રીઓનું ભડુરી-ગરદોર માર્ગ પર સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેરાવળથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા સુધીની પદયાત્રાનું શ્રી માંધાતા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં કોળી સમાજના ૧૨૦ જેટલા યુવાનો ઉત્સાહભેર પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. રવિવાર, ૪ ઓક્ટોબરના રોજ જ્યારે આ પદયાત્રા ભડુરીથી ગરદોર વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા તમામ પદયાત્રીઓને ઠંડા પીણાંનું વિતરણ કરી સેવા પૂરી પાડવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલા તમામ યુવાનોએ ઉત્સાહપૂર્વક જીતુભાઈનું સ્વાગત કરી તેમની આ સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સેવાકાર્ય દરમિયાન કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ, કોળી સમાજ વેલનાથ સમૂહ લગ્ન સમિતિના ઉપપ્રમુખશ્રી અજયભાઈ ધરેચા રમજુભા દરબાર તેમજ કાર્તિકભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સામાજિક એકતા અને ભક્તિભાવના આ અનોખા સંગમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
📲Get App