🔥 TRENDING श्री रामस्वरूप मेमोरियल इंटर कॉलेज में... ઓખા: ભારતીય રેલ્વેનું પશ્ચિમ છેડાનું ઐ... किशनगंज: डंपर की चपेट में बाइक सवार, ए... बेगूसराय: जमीन विवाद में डीसीएलआर कोर्... 5G की बढ़ती कीमतों के कारण 4G स्मार्टफ... અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસા ટાઉન પોલીસને દોઢ વર્ષથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં સફળતા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 12:28 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં, મોડાસા ટાઉન પોલીસ છેલ્લા દોઢ વર્ષથી નેગો ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮ ના સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળ રહી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા દ્વારા અપાયેલી સૂચનાઓના પગલે કરવામાં આવી હતી..

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે મોડાસા ટાઉન પોલીસ છેલ્લા દોઢ વર્ષથી ફરાર એવા નેગો ઇન્સ્ટ્રુમેન્ટ-૧૩૮ ના સજા વોરંટના આરોપીને પકડવામાં સફળ થઈ છે.ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અરવલ્લીના પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલા દ્વારા અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેરમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ કોર્ટમાંથી સજા પામેલા આરોપીઓને પકડવા માટે પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે, આર.ડી. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સ્ટાફને વોરંટની બજવણી માટે કાર્યવાહી કરવા જણાવાયું હતું..

તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહે.ત્રીજા એડી. મેજીસ્ટ્રેટ મોડાસા કોર્ટના કેસ નંબર-૬૦૫/૨૦૨૦ નેગો-૧૩૮ મુજબ સજા પામેલો આરોપી રિયાજ હસનભાઇ ટીટોઇયા, જે હુસેની સોસાયટી,ડુગરવાડા રોડ,મોડાસાનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો.તે ડુગરવાડા સર્કલ થઈને મખદુમ સ્કૂલ તરફ જઈ રહ્યો છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સદર જગ્યાએ પહોંચી તપાસ કરતાં આરોપી રિયાજ હસનભાઇ ટીટોઇયા હાજર મળી આવ્યો હતો. કોર્ટના સજા વોરંટના કામે નાસતો ફરતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે..

આ રીતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનને કોર્ટના સજા વોરંટમાં ફરાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિશાલકુમાર પ્રવિણભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ભરતસિંહ માનસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહનો સમાવેશ થાય છે.
📲Get App