🔥 TRENDING સુરતના ખટોદરા સ્થિત પાંચદેવી મંદિરમાં... ઉગલવાણ ગામ પંચાયતની કામગીરી સામે ગ્રામ... નાયરા એનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ... श्रावस्ती: नवरात्रि नज़दीक, दशहरा मैदान... ખાખરાળી સીમમાં 7 કૂવા પર રેડ: 17 લાખનો... Ekta Kapoor’s 2000s Serials Redefined...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીની દીપક હાઇસ્કૂલ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષા ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 04 Oct 2026, 09:40 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીની દીપક હાઇસ્કૂલ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષા ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વકૃત્વ સ્પર્ધા અને 'વિકસિત ભારત'ની સંકલ્પનાનું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું


અમરેલી, ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અતૂટ સેવા, સમર્પણ અને અપ્રતિમ નિષ્ઠાના પર્વ – સેવા સંકલ્પ અભિયાનને સાંકળીને ગુજરાત સરકાર દ્વારા સુશાસનને વધુ વેગવંતું બનાવવામાં આવી રહ્યું છે. જનકલ્યાણના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજરોજ અમરેલીની જાણીતી દીપક હાઇસ્કૂલ ખાતે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષસ્તામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા યોજાયો હતો. આ વિશેષ આયોજન હેઠળ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જિલ્લાકક્ષાની ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા તેમજ એક આકર્ષક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે યોજાયેલી ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનમાં અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનની ખાસ વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પીંછીના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત' ના સ્વપ્નને કાગળ પર સુરેખ રીતે કંડાર્યું હતું.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ બાળ કલાકારો દ્વારા તૈયાર કરાયેલા નવા ભારતના રોડમેપ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન એનર્જી અને સ્પેસ ટેકનોલોજી જેવા વિષયો પર આધારિત અદ્ભુત ચિત્રોને ખૂબ જ ઝીણવટપૂર્વક નિહાળીને વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રતિભાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા 'વિકસિત ભારત'ની જે સુંદર કલ્પના કરી છે, તે દર્શાવે છે કે નવી પેઢી દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કેટલી જાગૃત અને ઉત્સાહિત છે. આવા રચનાત્મક કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં માત્ર કલાનો જ નહીં પરંતુ ઉમદા રાષ્ટ્રીય ભાવનાનો પણ સંચાર કરે છે.

આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં અમરેલીના હોદ્દેદારો, દીપક હાઇસ્કૂલના ટ્રસ્ટીશ્રી, આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધક વિદ્યાર્થીઓ અને કલાપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App