🔥 ट्रेंडिंग અમરેલી: સિંહણના હુમલામાં ઘાયલ થયેલા લો... रघु दिक्सित ने 25 साल पूरे किए, कहा सं... MarketsMojo ने ऑटोमोबाइल कॉरपोरेशन ऑफ... पी. चिदंबरम ने कहा, SIR विवाद में मुख्... સેવા સંકલ્પ અભિયાન मनिपुर में टीबी रोगियों को एनटीपीसी के...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
बिज़नेस

નાયરા એનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, સરકારી કંપનીઓમાં ભાવ સ્થિર

✍️ रिपोर्टर: Alpeshbhai Bhanabhai Rathod 🗓 04 अक्टू. 2026, 10:08 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાયરા એનર્જી કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ₹5 અને ₹3 પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જે શનિવાર સવારથી દેશભરના તેના પેટ્રોલ પંપો પર લાગુ થયો છે. જોકે, સરકારી ઓઇલ કંપનીઓએ ભાવ સ્થિર રાખ્યા છે.

પાલનપુર: નાયરા એનર્જી કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે.

આ નવા વધારેલા ભાવનો અમલ શનિવારની સવારથી દેશભરના નાયરા એનર્જીના પેટ્રોલ પંપો પર કરવામાં આવ્યો છે. કંપનીના દેશભરમાં આવેલા આશરે 9,100 ફ્યુઅલ સ્ટેશનો પર આ ભાવવધારો લાગુ થવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે નાયરા એનર્જીએ ભાવ વધાર્યા હોવા છતાં, સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ અગાઉ માર્ચ મહિનામાં વધારવામાં આવેલા ભાવ સામાન્ય થયા બાદ, કંપનીઓએ 1 જુલાઈના રોજ ભાવમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે ફરી ભાવ વધારો જોવા મળ્યો છે.
📲Get App