🔥 TRENDING Gujarat ATS, Coast Guard bust 526 kg d... 14‑Year‑Old Vivaan Vishal Shah Becomes... झारखंड एकेडमिक काउंसिल: 10वीं-12वीं के... Elderly Gujarat Woman Defrauded of Rs ... IMD issues yellow alert for afternoon... Thunderstorms Expected in Himachal Pra...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડીસા તાલુકાના કુચાવાડા ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ પ્રસંગે પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહી ‘વન કવચ’નું લોકાર્પણ કરી ‘એક પેડ માં કે નામ-૩.૦’અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 03:51 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુચાવાડામાં ‘વન કવચ’નું લોકાર્પણ: હરિયાળા અને સમૃદ્ધ ગુજરાત તરફ એક મહત્વપૂર્ણ પગલું!

ડીસા તાલુકાના કુચાવાડા ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવ પ્રસંગે પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહી ‘વન કવચ’નું લોકાર્પણ કરી ‘એક પેડ માં કે નામ-૩.૦’અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. એક હેક્ટર વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ વૃક્ષો અને ૭૫થી વધુ વિવિધ પ્રજાતિઓ સાથે વિકસિત આ વન પર્યાવરણ સંરક્ષણ અને જૈવવિવિધતાના જતનનું ઉત્તમ ઉદાહરણ બનશે.

આ વન માત્ર હરિયાળી વધારવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પક્ષીઓ, પતંગિયાં અને અન્ય જીવસૃષ્ટિ માટે કુદરતી આશ્રયસ્થાન પણ બનશે. વૃક્ષોની ઓળખ અને તેમના ઉપયોગ અંગે જાણકારી મળી રહે તે માટે અહીં QR કોડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગ્રામ વન યોજના અંતર્ગત ૬,૪૦૦ વધારાના રોપાઓ સહિત કુલ ૧૬,૪૦૦ રોપાઓનું વાવેતર અહીં કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં કુચાવાડા ખાતે ૨૫ હેક્ટર વિસ્તારમાં ‘મહાવન કવચ’ વિકસાવવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે.

પર્યાવરણ સંરક્ષણની સાથે કુચાવાડા અને આસપાસના વિસ્તારમાં જળસંચય, તળાવોને જોડવા, ભૂગર્ભ જળસ્તર વધારવા તેમજ શિક્ષણ અને રમતગમતની સુવિધાઓ વિકસાવવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને ખાસ કરીને ખેડૂતોને જળસંચયની કામગીરીમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી.
📲Get App