🔥 TRENDING સાબરકાંઠાના સીદાભાઈ ભરવાડ ગોળા ફેંકમાં... বিজনির শিব শঙ্কর কলোনীর ৫ বছরের দুর্গো... Two Jharkhand Teens Drown in Separate... American buyer pays $30 for painting,... External Affairs Minister S. Jaishanka... Kerala Gold Rates for 22 & 24 Carat Re...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સ્મિમેર હોસ્પિટલના તબીબોએ ૧૩ વર્ષીય કિશોરીને નવજીવન આપ્યું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Oct 2026, 03:28 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની સ્મિમેર હોસ્પિટલના તબીબોએ તાપી જિલ્લાની ૧૩ વર્ષીય કિશોરીને અતિ ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યામાંથી બહાર કાઢી નવજીવન આપ્યું છે. ત્રણ હોસ્પિટલોમાંથી રેફર થયા બાદ સ્મિમેર પહોંચેલી બાળકી હાલ સંપૂર્ણ સ્વસ્થ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલના તબીબોએ વધુ એક વખત અસાધ્ય ગણાતી બીમારી સામે લડીને ચમત્કારિક પરિણામ આપ્યું છે. તાપી જિલ્લાના ઉમરવાડુધ ગામની ખેડૂતની ૧૩ વર્ષીય કિશોરી અતિ ગંભીર અને જટિલ ન્યુરોલોજિકલ સમસ્યાનો ભોગ બન્યા બાદ મોત સામે ઝઝૂમી રહી હતી. ત્રણ જેટલી હોસ્પિટલોમાંથી રેફર થયા બાદ સ્મિમેર પહોંચેલી આ બાળકીને તબીબોની સમયસૂચકતા, સચોટ નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિ થકી નવજીવન મળ્યું છે. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પગે ચાલી રહી છે.

તાપીના ઉમરવાડુધ ગામના સામાન્ય ખેડૂત રાકેશભાઈ ચૌધરી અને કાપાબેનની ૧૩ વર્ષીય પુત્રી કૃશાની તબિયત અચાનક લથડી હતી. તેને ઉનાઈ, વાંસદા અને નવસારીની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સ્થિતિ વધુ વણસતાં આખરે ૨૦ સપ્ટેમ્બરના રોજ તેને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલની કેઝ્યુઅલ્ટીમાં લવાઈ હતી.

કૃશાને શ્વાસ લેવામાં અતિશય મુશ્કેલી, આંખે ઝાંખપ દેખાવી, માનસિક અસ્વસ્થતા અને ચાલતી વખતે સંતુલન ગુમાવવા જેવી ગંભીર સમસ્યાઓ હતી. શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં ફેફસાં અને એક્સ-રે નોર્મલ જણાતા તબીબો પણ તેની સ્થિતિ જોઈ ચોંકી ઉઠ્યા હતા. જોકે, તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક યોગ્ય નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી, જેના પરિણામે બાળકીની સ્થિતિમાં સુધારો થયો અને તેને નવજીવન પ્રાપ્ત થયું.
📲Get App