🔥 TRENDING મોડાસા ટાઉન પોલીસને સજા વોરંટના આરોપીન... बदहाल सड़कें: बाटला हाउस के निवासी सड़... મહીસાગર: બાકોર પોલીસે પાંડરવાડા શાળામા... श्रीगोंदा तालुक्यात तीव्र उन्हामुळे पि... રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના મોત બ... पंचायती राज चुनाव की घोषणा, अधिसूचना ज...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વડિયાના બાંટવા દેવળીમાં રૂ. ૩.૨૫ કરોડના રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 04 Oct 2026, 11:40 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવળી મુકામે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે નવા સી.સી. રોડ અને રિસર્ફેસિંગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી સ્થાનિક વાહનવ્યવહાર સરળ બનશે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવળી મુકામે રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

બાંટવા દેવળી ગામથી ભરડાણા ભાટીયા સુધીના મુખ્ય માર્ગને કોંક્રિટથી વધુ મજબૂત અને મોટા અંદાજે રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે નવા સી.સી. રોડ અને રોડ રિસર્ફેસિંગ કામો હાથ ધરવામાં આવશે. વિકાસકામ પૂર્ણ થયા બાદ સ્થાનિક વાહનવ્યવહાર વધુ સરળ બનશે અને ચોમાસામાં સામાન્યને પડતી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં વિકાસકામોની ગતિ સતત આગળ વધી રહી છે. રોડ રસ્તાના નેટવર્કને વધુ આધુનિક બનાવવા સાથે શિક્ષણ સુવિધાઓમાં પણ સરકારી પ્રાથમિક શાળાઓના નવા બિલ્ડિંગોનું નિર્માણ કરી સરકાર દ્વારા લોકોની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ પ્રસંગે બાંટવા દેવળી તાલુકા પંચાયતના ધારાસભ્ય, ગ્રામ પંચાયતના સરપંચ વિનતાબાઈ સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App