🔥 TRENDING ತುರುವೇಕೆರೆ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ‘ತೆರೆದ ಮನೆ... Karnataka Voters Vanish from Supplemen... Sachin Pilot alleges CEC Gyanesh Kumar... Annu Awasthi Launches Sisamau Campaign... ૫-સ્ટાર હોટેલની સામે પોલીસ દ્વારા મહિલ... Rajasthan NEET 2026 Round‑3 Merit List...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કાશીથી વડનગર સુધી - સેવા અને સંકલ્પની યાત્રા લુણાવાડાની ધરતી પર

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 04 Oct 2026, 07:35 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કર્મભૂમિ કાશીથી, તેમની જન્મભૂમિ વડનગર સુધી...

સેવાના સંકલ્પ સાથે નીકળેલી ભાજપની ભવ્ય 'સેવા સંકલ્પ યાત્રા' નું મહીસાગરના હૃદય સમાન લુણાવાડા ખાતે અદ્ભુત, અવિસ્મરણીય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.


યાત્રાના શુભારંભ પૂર્વે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા સહિતના સૌ આગેવાનોએ લુણાવાડાના ઐતિહાસિક લુણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

મંદિર પરિસરમાં 'વિકસિત ભારત' થીમ પર બનેલી ફૂલોની અદ્ભુત રંગોળી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અહીં પ્રદેશ અધ્યક્ષશ્રીએ છાત્રાલયના બાળકોને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરી, તેમની સાથે હૃદયસ્પર્શી સંવાદ પણ કર્યો હતો.


ત્યારબાદ, બાબાસાહેબ આંબેડકર ચોકથી બાઈક યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો. પ્રદેશ અધ્યક્ષ સહિતના સૌ અગ્રણીઓ ઉત્સાહભેર બાઈક યાત્રામાં જોડાયા.

નગરભ્રમણ દરમિયાન રાષ્ટ્રના મહાપુરુષોને વંદના કરવામાં આવી... ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને, ફુવારા ચોક ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, લુણેશ્વર ચાર રસ્તા ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી ભાવવંદના કરાઈ.

પરશુરામ ચોક ખાતે તો અનેરો માહોલ સર્જાયો, જ્યાં ભગવાન પરશુરામની વેશભૂષામાં સજ્જ બાળકો સાથે આગેવાનોએ સ્નેહપૂર્વક સંવાદ કર્યો.

સમગ્ર નગરમાં વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું.


આ યાત્રા માત્ર યાત્રા નથી, સેવાનો સંકલ્પ છે.

આદર્શ વિદ્યાલય હોલ ખાતે લાભાર્થી સંવાદ કાર્યક્રમ યોજાયો, જ્યાં વારાણસીથી આવેલા યુવા યાત્રીઓએ આરોગ્ય કેમ્પના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. કેન્દ્રની મોદી સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાતો સાંભળીને સૌ ભાવવિભોર બન્યા હતા.

તો હરદાસપૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'વિકસિત ભારત યુવા સંવાદ' માં પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ યુવા રમતવીરો સાથે રમતો રમી તેમનો ઉત્સાહ બમણો કર્યો, અને ખેલ મહાકુંભ તથા ખેલો ઈન્ડિયા જેવી યોજનાઓ વિશે વિસ્તૃત સંવાદ કર્યો.


યાત્રા હાડોડ પહોંચતા, પવિત્ર મહીસાગર નદીના જળને સેવા સંકલ્પ યાત્રાના કુંભમાં ઉમેરીને સંકલ્પને વધુ દ્રઢ કરવામાં આવ્યો. અને ત્યાંથી આ યાત્રા વરધરી થઈને બાલાસિનોર તરફ આગળ વધી.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી મુક્તિબેન, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, સાંસદ રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યશ્રીઓ માનસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, કુબેરભાઈ ડિંડોર સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખરેખર, લુણાવાડાએ આજે સેવા સંકલ્પ યાત્રાને માત્ર આવકારી નથી, પણ વિકસિત ભારતના સંકલ્પને હૃદયમાં ધારણ કર્યો છે.
📲Get App