🔥 TRENDING வேலூர் மாவட்டம் முழுவதும் அக்டோபர் மாத... Ram ji ki barat कलेसाठी वेडेपण जपणारे ज्ञानदेव (माऊली)... प्रयागराज में हत्याकांड के आरोपी 5 लाख... BJP submits 24 names to Delhi for Utta... Tension Over PDA Sparks Debate Ahead o...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા હિંમતનગરમાં ૫૧ એકમ રક્તદાન કેમ્પ, સેવા સંકલ્પ અભિયાન હેઠળ સફળ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 11:04 PM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ ૫૧ એકમ રક્ત એકત્રિત થયેલ રક્તદાન કેમ્પ યોજાયો..

સાબરકાંઠાના-:
હિંમતનગરના ઝરણેશ્વર મહાદેવ ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો,જેમાં કુલ ૫૧ એકમ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.આ કેમ્પ પશુપાલન શાખાના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉત્સાહી સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે ચલાવવામાં આવ્યો.પશુપાલન શાખાના અધિકારીઓ,કર્મચારીઓ અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યો ઉપરાંત સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ,નાયબ પશુપાલન નિયામક અને સોસાયટીના વ્યવસ્થાપક સેક્રેટરી પણ ઉપસ્થિત રહ્યા..

ઉપપ્રમુખ સર્વાનંદ ભટ્ટેએ જણાવ્યું કે રક્તદાન એ જ મહાદાન છે અને તેનાથી અનેક નિર્દોષ અણમોલ જીવ બચાવી શકાય છે.રક્તદાન જીવનદાન અને “સેવા એ જ માનવધર્મ”ના ઉત્તમ સંદેશ સાથે આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો, અને ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બનશે.
📲Get App