આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ મળે તે માટે વિવિધ વિકાસલક્ષી કામોના આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી.
Watch on:
▶️ YouTube
સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ વર્ષ ૨૦૨૬-૨૭ની બેઠક યોજી. બેઠકમાં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ મળે તે માટે વિવિધ વિકાસલક્ષી કામોના આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી.
રૂ. ૮૭૧૮ લાખની જોગવાઈ હેઠળ કુલ ૧૯૪૪ જેટલા વિકાસકામોના આયોજનને મંજૂરી આપવામાં આવી. કૃષિ, પશુપાલન, ડેરી, વન વિકાસ, ગ્રામ્ય વિકાસ, નાની સિંચાઈ, પોષણ, માર્ગ-પુલ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મંજૂર થયેલા તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી.