🔥 TRENDING श्रावस्ती: नवरात्रि नज़दीक, दशहरा मैदान... ખાખરાળી સીમમાં 7 કૂવા પર રેડ: 17 લાખનો... Ekta Kapoor’s 2000s Serials Redefined... Soori’s ‘Mandaadi’ Nets ₹2.97 Cr on Da... Haryana to Ban Fuel for Vehicles Lacki... 28-Year-Old Haryana Techie Dies After...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા નજીક હાઈવે પરથી ૨૦૧૬ નંગ અંગ્રેજી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ૮.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત આરોપી કારમુકીફરાર

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 04 Oct 2026, 08:48 AM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે હાઈવે પરથી પોલીસે ૨૦૧૬ નંગ અંગ્રેજી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી પાડી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ ૮.૭૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે નેશનલ હાઈવે પરથી તાલુકા પોલીસની સર્વેલન્સટીમે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસને બાતમી મળતા તેમણે વોચ ગોઠવી હતી. આ દરમિયાન, એક ક્રેટા ગાડી શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરી ગાડીને ઝડપી પાડી હતી અને આરોપી કાર મુકીને ફરાર થઈ ગયો હતો

ધાંગધ્રા તાલુકા પોલીસે GJ 08 DM 4156નંબરની ક્રેટાગાડીની તલાશી લેતાં તેમાંથી ૨૦૧૬ નંગ અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો અને ક્રેટા કાર મળી કુલ ૮,૭૪,૫૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના આ મોટા જથ્થા સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યાછે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App