🔥 TRENDING Suvendu Adhikari warns Mamata Banerjee... Houthis Claim Attacks on Riyadh Airpor... Bengaluru Jail Chief Arrested Over All... NCW Issues New Guidelines for Women's... Bypolls in 6 seats across Assam, Benga... Draft reservation list for rural local...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ કલેક્ટર કચેરી પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે યુવાનોને સામાન્ય ઈજા

✍️ Reporter: Shahid Mansuri 🗓 04 Oct 2026, 06:32 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ કલેક્ટર કચેરી પાસે પુરઝડપે જતી કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આસપાસ કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં કારમાં સવાર બે યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી.

ભરૂચ શહેરના કલેક્ટર કચેરી સામે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે પસાર થઈ રહેલી એક કાર અચાનક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર બે યુવાનોને સામાન્ય ઈજા થઈ હતી, જોકે સદનસીબે તે સમયે આસપાસ કોઈ અન્ય વાહન કે રાહદારી ન હોવાથી કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, કાર ખૂબ જ તેજ ગતિએ આવી રહી હતી અને ચાલકે તેનું નિયંત્રણ ગુમાવતા તે ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માતના અવાજ બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનોને મદદ કરી હતી.

આ જ સ્થળે થોડા દિવસો પહેલા બાઈક દ્વારા થયેલી ટક્કરના કારણે એક મહિલાનું દુઃખદ મોત થયું હતું. વારંવાર બની રહેલી આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે અને આવા અકસ્માતોને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
📲Get App