🔥 TRENDING રાજકોટ: મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે... डीएसयू में एनएसयूआई के पूर्व प्रत्याशी... રૈયા રોડ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ: પો... મલ્હાર ઠાકર અને પૂજા જોશીની 'ચટણી' સિન... প্রখ্যাত চিকিৎসক ডাঃস্বপন কুমার মণ্ডলে... Baradwaj Rangan Blog Publishes Readers...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 01:18 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના મેમનગર ખાતે પંડિત દીનદયાળ સમુત્કર્ષ સંસ્થા દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય લાઇબ્રેરીની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સાથે વિવિધ પ્રવૃત્તિઓ અંગે પરિસંવાદ કર્યો.

પૂજ્ય નાનાજી દેશમુખની પ્રેરણા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદય અને રાષ્ટ્રનિર્માણના વિચારો સાથે કાર્યરત આ કેન્દ્ર વિદ્યાર્થીઓને 24 કલાક અભ્યાસ, બાયોમેટ્રિક હાજરી તેમજ આધુનિક વ્યવસ્થાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ માહોલ પૂરું પાડી રહ્યું છે.

શિક્ષણની સાથોસાથ સંસ્કાર સિંચન, વૈદિક ગણિત અને પર્યાવરણ સંરક્ષણ જેવી સામાજિક પ્રવૃત્તિઓ થકી વિકસિત ભારતના નિર્માણમાં યુવા ઊર્જાને સાર્થક દિશા આપવાનો આ સેવાયજ્ઞ પ્રશંસનીય છે.
📲Get App