🔥 ट्रेंडिंग શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... ओडिशा में मानसून वर्षा 29% अधिक, राष्ट... केरल में भारी बारिश, बाढ़ का खतरा गंभी... मौसम: मानसून निकासी शनिवार तक बढ़ी, दक...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

કીમ ગ્રામસભામાં ૨૦માંથી માત્ર ૫ સભ્યોની હાજરી: ગ્રામજનોમાં ભારે રોષ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 07:25 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી કીમ ગ્રામસભામાં ચૂંટાયેલા ૨૦ સભ્યોમાંથી માત્ર ૫ની જ હાજરી રહેતાં ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ જાતે જ વિસ્તારના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.

કીમ ગ્રામ પંચાયત દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવવાનો હતો. જોકે, આ મહત્વની બેઠકમાં ચૂંટાયેલા ૨૦ સભ્યોમાંથી માત્ર ૫ સભ્યો જ હાજર રહેતાં પંચાયતની સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ ગેરહાજરીને લઈને ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સભ્યોની ગેરહાજરી વચ્ચે ગ્રામજનોએ જાતે જ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોની રજૂઆત કરવાની ફરજ પડી હતી.

ગ્રામજનોએ ખાસ કરીને કીમ બજાર વિસ્તારમાં વધતી ટ્રાફિક સમસ્યા, ગેરકાયદેસર દબાણો, નવી બનાવાયેલી ગટરના તૂટી ગયેલાં ઢાંકણાં, રસ્તા પરના સ્પીડ બ્રેકર, નવા રોડ-રસ્તા અને સાફ-સફાઈ જેવા મુદ્દાઓને લઈને ભારે આક્રોશ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. આ આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભામાં જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, તલાટી, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામજનોએ માંગ કરી હતી કે જે રીતે કામરેજ PI રામભાઈ ગોજીયાએ કામરેજ ચારરસ્તા પર ગેરકાયદે દબાણો અને વાહનોના જમાવડાથી સર્જાતા ટ્રાફિકને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરી હતી, તે જ રીતે કીમ PI પણ તંત્ર સાથે મળીને કીમ બજારમાં ટ્રાફિક અને દબાણની વિકટ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.
📲Get App