🔥 ट्रेंडिंग BETA NA MAA KO JALAYA झारखंड के पूर्व नेता और पाकुड़ के विधा... माता रानी को उत्साहपूर्वक विदाई, ढोल‑ड... ನವರಾತ್ರಿ ಉತ್ಸವ ಪಲ್ಲಕ್ಕಿ ಮಹೋತ್ಸವ. भागलपुर में फर्जी शिक्षिका के नाम पर 9... बांका के मुरहरा स्टेशन के पास हाई वोल्...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં ૨૦૫૧માં ખુલશે ૨૦૨૩ની યાદો: 'દિવ્ય ભાસ્કર' દ્વારા ૨૫ વર્ષ માટે ટાઇમ કેપ્સ્યૂલ ભૂમિગત
स्थानीय

વડોદરામાં ૨૦૫૧માં ખુલશે ૨૦૨૩ની યાદો: 'દિવ્ય ભાસ્કર' દ્વારા ૨૫ વર્ષ માટે ટાઇમ કેપ્સ્યૂલ ભૂમિગત

✍️ रिपोर्टर: IRFAN MANGROLIYA 🗓 03 अक्टू. 2026, 07:12 AM 👁 61
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા શહેરના ઇતિહાસમાં ગાંધી જયંતીના અવસરે 'દિવ્ય ભાસ્કર' અખબારની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે એક અનોખી ટાઇમ કેપ્સ્યૂલ ૨૫ વર્ષ માટે ભૂમિગત કરવામાં આવી છે, જેમાં ૫૦,૦૦૦થી વધુ નાગરિકોની લાગણીઓ અને સંસ્કૃતિ સચવાયેલી છે.

સંસ્કારી નગરી વડોદરાના ઇતિહાસમાં ગાંધી જયંતીના પાવન અવસરે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. લોકપ્રિય અખબાર ‘દિવ્ય ભાસ્કર’ની વડોદરા આવૃત્તિના ૨૨ વર્ષ પૂર્ણ થઈ ૨૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા સામાજિક અભિયાન અંતર્ગત એક વિશાળ ‘ટાઇમ કેપ્સ્યૂલ’ તૈયાર કરીને તેને ભૂમિગત કરવામાં આવી છે. વડોદરાના નાગરિકોની અણમોલ સંવેદનાઓ અને આજની સંસ્કૃતિને સાચવતી આ કેપ્સ્યૂલ બરાબર ૨૫ વર્ષ બાદ, એટલે કે વર્ષ ૨૦૫૧માં ખોલવામાં આવશે.

વડોદરાના મકરપુરા GIDC સ્થિત VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામેના ગ્રીન કોરિડોર ખાતે આ ઐતિહાસિક સમારોહ સંપન્ન થયો હતો. અખબાર વિતરકોના હસ્તે ટાઇમ કેપ્સ્યૂલનું અનાવરણ કરાયા બાદ વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ સાથે તેને જમીનમાં અંકિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરની ૧૧ નારીઓએ ટાઇમ કેપ્સ્યૂલને સ્પર્શ કરીને ગૌરવપૂર્ણ અનુમોદન આપ્યું હતું. વડોદરાના આ નવતર પ્રયોગે ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’ માં પણ સ્થાન મેળવ્યું છે.

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અંદાજે ૫૦,૦૦૦ જેટલા વડોદરાવાસીઓએ ભવિષ્યની પેઢી માટે પોતાના મનની વાતો, સ્મૃતિઓ અને વિચારો કંડારીને પત્રો લખ્યા છે. આ ઉપરાંત વડોદરાના મેયર, ૭૦થી વધુ રાજકીય નેતાઓ અને ૭૦થી વધુ પ્રબુદ્ધ નાગરિકોના ભવિષ્યલક્ષી સંદેશાઓ પણ આ કેપ્સ્યૂલનો હિસ્સો બન્યા છે. કેપ્સ્યૂલમાં આજની પેઢીની રહેણીકહેણી, કલા અને પર્યાવરણના વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા કલાકારોનાં ચિત્રો, ખ્યાતનામ ગાયકોના ગરબાના ઓડિયો, ‘ચાર દરવાજા’ વિસ્તારની માટી, લુપ્ત થતી વનસ્પતિઓના બીજ અને આજના વડોદરાના જાણીતા સ્થળોના ફોટોગ્રાફ્સ જેવી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવી છે.

વર્ષ ૨૦૫૧માં આ કેપ્સ્યૂલ ખોલવામાં આવશે ત્યારે નાગરિકોની યાદોને તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય તે માટે ૫૦ યુવાન કસ્ટોડિયન (રક્ષકો) ની નિમણૂક કરવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષા વકીલ, મેયર ગીતાબેન મકવાણા, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ‘દિવ્ય ભાસ્કર’ ના આ કાર્યને મુક્ત કંઠે બિરદાવ્યું હતું.
📲Get App