Local
ધાંગધ્રા નજીક એજાર ગામે ડમ્પર ચાલુ વીજવાયર સાથે અડકતા ભીષણ આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ
ધાંગધ્રા તાલુકાના એજાર ગામ પાસે ચાલુ વીજવાયર સાથે ડમ્પર અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ડ્રાઈવરે સમયસર કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના એજાર ગામ પાસે એક દર્દનાક ઘટના બની હતી. એક ડમ્પર ચાલુ વીજવાયર સાથે અડતા શોર્ટ સર્કિટ થયું હતું અને ડમ્પરના આગળના ભાગમાં ભીષણ આગ લાગી હતી.
આગ લાગતાની સાથે જ ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ડમ્પર છોડી દીધું હતું અને સલામત સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ડમ્પરને મોટું નુકસાન થયું હતું.
આગના કારણે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા વળી ગયા હતા અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ કેવી રીતે લાગી અને તેનું કારણ શું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા