🔥 TRENDING नौशेरा सेक्टर में भारतीय सेना ने पाक अ... साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

માંગરોળ નજીક નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 03:45 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળના નંદાવ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠાની મોટી નહેરમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કોસંબા પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળના નંદાવ ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠાની મોટી નહેરમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે જ કોસંબા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નહેરમાંથી મૃતદેહને બહાર કાઢી તેનો કબજો લીધો હતો. મૃતકની ઓળખ હાલ અજાણી હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ હાલ મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહી છે. આ મૃતદેહ કોનો છે અને ક્યાં સંજોગોમાં તેનું મોત થયું તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ બનાવ અંગે વધુ તપાસ કોસંબા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App