🔥 TRENDING साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,... The Paradise: Nani Starrer Sees Day 9...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા કક્ષા ની ચિત્ર વકૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ

✍️ Reporter: Burhaan Sibhai 🗓 03 Oct 2026, 03:34 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*25 કરોડ બાળકોના સપના નું ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધા*

25 કરોડ બાળકોના સપનાનું ભારત અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય વિકાસ, સર્જનાત્મકતા, વિચારશક્તિ તથા વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી ચિત્ર સ્પર્ધા તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને મહીસાગર જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીના માર્ગદર્શનમાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, હરદાસપુર (લુણાવાડા)ખાતે કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ દામા સર ઉપસ્થિત રહ્યા..

આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8, SVS કક્ષાના માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા ચિત્ર સ્પધામાં 50 અને વક્તૃત્વમાં 48 બાળકોએ 25 કરોડ બાળકોના સપના નું ભારત વિષયને કેન્દ્રમાં રાખીને ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ તથા વક્તૃત્વ કૌશલ્ય દ્વારા વિકસિત ભારતના સંકલ્પ અને ભવિષ્યના ભારતની કલ્પનાને સુંદર રીતે રજૂ કરી હતી. સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો હતો.


આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર નિર્માણની ભાવના, સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વિકસિત ભારતના સંકલ્પ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, આયોજકો તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
📲Get App