🔥 TRENDING શાપુર પોલીસ સ્ટેશનની રેન્ડમ ચેકિંગ દરમ... હારીજમાં નવરાત્રી પહેલા પોલીસની બેઠક ય... बारिश के कारण यात्रियों का बुरा हाल, स... Odisha Sees 29% Excess Monsoon Rainfal... Kerala Faces Heavy Rain, Flood Risk Am... Monsoon Withdrawal Advances to Saturda...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં તહેવારોમાં સાયબર છેતરપિંડીથી બચવા જાગૃતિ સેમિનાર યોજાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:10 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા આયોજિત સેમિનારમાં પોલીસ અધિકારીઓએ નાગરિકોને ઓનલાઇન નાણાકીય છેતરપિંડી સામે સજાગ રહેવા માર્ગદર્શન આપ્યું.

દિવાળી અને આગામી તહેવારોની સિઝનમાં બજારોમાં ધમધમાટ વધવાની સાથે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના જોખમો પણ વધી રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખીને વરાછા બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

બેંકના ‘સહકાર ભવન’ ખાતે યોજાયેલા આ સેમિનારમાં શહેરના સુરક્ષા તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર બિરાજમાન રહ્યા હતા. આ સાથે પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી વેપારીઓ અને નાગરિકોને સાયબર ક્રાઈમ સામે સજાગ રહેવા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
📲Get App