🔥 ट्रेंडिंग નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ... कर्न्या KR-770 लॉटरी में 1 करोड़ रुपये... SEC के नए क्रिप्टो कस्टडी नियमों ने De... 2026 में देरनेस अलाउंस 67% तक बढ़ेगा,... कपूर देव ने प्रनवी उर्स की एशियन गेम्स... मनचेरी जिले के नासपुर में सड़क दुर्घटन...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચાણસ્મા તાલુકાના ધિણોજ ખાતે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ‘સેવા સેતુ કાર્યક્રમ’ યોજાયો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 04:38 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“સેવા સેતુ, જનસેવાનું સશક્ત માધ્યમ”

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ ખાતે સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ‘સેવા સેતુ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય રૂખડનાથ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા આવેલા ગ્રામજનો સાથે સંવાદ કર્યો તેમજ અધિકારીઓ અને સંબંધિત વિભાગના પ્રતિનિધિઓ પાસેથી કામગીરી અંગે જરૂરી માહિતી મેળવી.

સરકારી સેવાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો સુધી સરળતાથી પહોંચે અને જનસમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ થાય, તે માટે આવા સેવા સેતુ કાર્યક્રમો જનસેવા અને સુશાસનનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યા છે.
📲Get App