🔥 TRENDING Olympian Jarmanpreet Singh back on Pun... Punjab Men Arrested in Jammu with Fire... Madhya Pradesh Leads India with 233 Fa... Zubeen Garg’s death case deemed a batt... Dhubri Artisan Crafts Durga Idol from... Injured jackal rescued near NH-38 in D...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડીયાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિંહણના હુમલામાં ઇજાગ્રસ્ત વનકર્મી અને અન્ય ૪ નાગરિકો અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Oct 2026, 08:54 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડીયાના અરજણસુખ અને તોરી વિસ્તારમાં સિંહણના હુમલામાં ઇજાગ્રસ્ત વનકર્મી અને અન્ય ૪ નાગરિકો અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સંવેદનાનો સ્પર્શ: અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી, તારિખ ૩ ઓકટોબર,૨૦૨૬ તાજેતરમાં વડીયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામ વિસ્તારમાં સિંહણ દ્વારા કરવામાં આવેલા અચાનક અલગ અલગ હુમલાની દુર્ઘટના અત્યંત સંવેદનાપૂર્ણ છે. આ હુમલામાં ભોગ બનેલા વનકર્મી સહિતના કુલ પાંચ નાગરિકો હાલ અમરેલી સ્થિત શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી રહ્યા છે.

ઇજાગ્રસ્તોની સ્થિતિની ત્વરિત સમીક્ષા કરવા અને તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લીધી હતી.

રાજ્યમંત્રીશ્રીએ પ્રત્યેક ઇજાગ્રસ્ત નાગરિકની મુલાકાત લઈ ભારે સંવેદનાપૂર્વક તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને પરિવારજનોને મુશ્કેલીની આ ઘડીમાં ધીરજ રાખવા જણાવ્યું હતું.

મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને અધિકારીઓ સાથે વાત કરી દર્દીઓની સારવાર અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સમયસર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્યમંત્રીશ્રીએ તબીબી સ્ટાફને સૂચનાઓ આપી હતી.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપત્તિની આ કપરી ઘડીમાં સરટાર અસરગ્રસ્તોની પડખે અડીખમ ઊભી છે અને તમામ નાગરિકોની સારવારમાં કોઈ પણ પ્રકારની ઉણપ રાખવામાં આવશે નહીં. આ સાથે જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી, માનવ વન્યજીવ સંઘર્ષ નિવારવા અને લોકસુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
📲Get App