🔥 TRENDING Devendra Fadnavis Launches ‘Invest Mah... Maharashtra FDA Seizes Rs 2.69 Crore o... Maharashtra’s New Food & Drug Chief Or... RBI Governor warns that current financ... YouTube releases Uttar Pradesh top-10... ग्राम पंचायत सलैया में 10 साल से अधूरी...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંદનીય પૂજ્ય મોરારીબાપુ એ તદન નિશુલ્ક ચાલતી સાવરકુડલા તેમજ રાજુલા હોસ્પિટલ ની લીધી અચાનક મુલાકાત

વંદનીય પૂજ્ય મોરારીબાપુ એ તદન નિશુલ્ક ચાલતી સાવરકુડલા તેમજ રાજુલા હોસ્પિટલ ની લીધી અચાનક મુલાકાત

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Oct 2026, 11:20 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વંદનીય પૂજ્ય મોરારીબાપુ એ તદન નિશુલ્ક ચાલતી સાવરકુડલા તેમજ રાજુલા હોસ્પિટલ ની લીધી અચાનક મુલાકાત

શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરની સેવાકીય કામગીરી નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી

દર્દીઓના હાલચાલ પૂછ્યા, વિવિધ વિભાગોની મુલાકાત લીધી; બાપુએ પાઠવ્યા સાધુવાદ અને પ્રસાદ માટે 50 હજાર અર્પણ કર્યા

સાવરકુંડલા અને રાજુલા ખાતે આરોગ્ય સેવાના ક્ષેત્રે કાર્યરત હોસ્પિટલ માટે 3 ઓક્ટોબરનો દિવસ આનંદ અને ગૌરવનો બની રહ્યો હતો. પૂજ્ય મોરારી બાપુએ કોઈપણ પૂર્વ સૂચના વિના પોતાની ટીમ સાથે સાવરકુંડલા અને ત્યારબાદ રાજુલા ખાતેની હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા તેમજ હોસ્પિટલની સેવાકીય કામગીરીની જાણકારી મેળવી હતી.

પૂજ્ય મોરારી બાપુ આજે સવારે આશરે 10 વાગ્યે સાવરકુંડલા ખાતે આવેલ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે પધાર્યા હતા. બાપુએ હોસ્પિટલની વિવિધ બિલ્ડિંગોમાં આવેલા તમામ વોર્ડની મુલાકાત લીધી હતી અને સારવાર માટે દાખલ દર્દીઓ સાથે સમય વિતાવી તેમના હાલચાલ પૂછ્યા હતા. ખાસ કરીને ડાયાલિસિસ, ગાયનેક તથા પીડિયાટ્રિક વિભાગની પણ મુલાકાત લઈ ત્યાંની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

બાપુ સાથે પધારેલા શ્રી જયદેવભાઈ માંકડે સ્પીકર પર હોસ્પિટલના સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. બાપુનું મૌનવ્રત હોવાથી શ્રી જયદેવભાઈ દ્વારા બાપુનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કે તેઓ આજે બંને હોસ્પિટલના દર્શન કરવા નીકળ્યા છે અને હોસ્પિટલની સમગ્ર વ્યવસ્થા તથા સેવાકીય કામગીરી જોઈને તેઓ ખૂબ પ્રસન્ન થયા છે.

ત્યારબાદ બપોરે આશરે 12 વાગ્યે પૂજ્ય મોરારી બાપુ રાજુલા ખાતે આવેલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે પધાર્યા હતા. અહીં પણ તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ દર્દીઓ તથા હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે જાણકારી મેળવી હતી.

રાજુલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે બાપુએ ઈમરજન્સી વિભાગ, ઓપીડી, સ્ત્રી રોગ વિભાગ, ઓપરેશન થિયેટર, આઈ.સી.યુ., બાળરોગ વિભાગ તથા ભોજનાલય સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દર્દીઓ સાથે પણ સંવાદ કરી તેમના હાલચાલ પૂછ્યા હતા. હોસ્પિટલનું સંચાલન અને દર્દીઓ માટે કરવામાં આવતી સેવાઓ જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શ્રી જયદેવભાઈ, લવકુંભાઈ, વિદ્વાન ધારાશાસ્ત્રી માંગુકિયા સાહેબ, અંબરીશભાઈ ડેર, બિપિનભાઈ લહેરી તથા દિલીપભાઈ લહેરી સહિતના આગેવાનો પણ સાથે રહ્યા હતા.

પૂજ્ય મોરારી બાપુએ બંને હોસ્પિટલની સેવાકીય કામગીરીથી પ્રસન્ન થઈ સૌને સાધુવાદ પાઠવ્યા હતા. સાથે જ આજના દિવસના પ્રસાદ માટે રૂ. 50,000ની રકમ અર્પણ કરી હતી.

પૂજ્ય મોરારી બાપુની આ અચાનક હોસ્પિટલ મુલાકાતથી બંને હોસ્પિટલ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ, તબીબો, સ્ટાફ તથા સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌમાં આનંદની લાગણી પ્રસરી હતી. બાપુના આશીર્વાદ અને સાધુવાદને હોસ્પિટલની સેવાકીય ટીમ માટે પ્રેરણારૂપ પ્રસંગ તરીકે જોવામાં આવ્યો હતો.

આ હોડલ્સપિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડો.કમલેશ ભાઈ જોશી એ સમગ્ર હોસ્પિટલ વિશે દરેક વિભાગ થી પૂજ્ય બાપુ ને માહિતગાર કર્યા ત્યારે પૂજ્ય બાપુ એ સાવરકુંડલા તેમજ રાજુલા હોસ્પિટલ થી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો
📲Get App