🔥 TRENDING Protests Intensify Over Dam Project as... FADA Reports 13.75% Rise in September... APEDA Chair Taba Tedir Inspects 130 kW... धनतेरस के कारण राजस्थान में पंचायत चुन... J&K Government Sets Retirement Age for... Birthday wishes exchanged in local com...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા ગાંધીજી વિરુદ્ધ અપમાનજનક વીડિયો પોસ્ટ, ઉમરા પોલીસ મથકે ફરિયાદ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:06 AM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિરુદ્ધ અપમાનજનક વીડિયો પોસ્ટ કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ઉમરા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સુરત શહેરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનો મામલો ગરમાયો છે. ગાંધી જયંતી નિમિત્તે, ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવાની લાલચમાં એક યુવતીએ તમામ હદો વટાવી દીધી હતી. 'Simranap143' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રાષ્ટ્રપિતા માટે અત્યંત અભદ્ર અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતો વીડિયો શેર કરવામાં આવતા નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ સમગ્ર મામલે ભારતીય ગૌરક્ષા મંચના આગેવાન ધર્મેશ ગામીએ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત લેખિત રજૂઆત કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે પોસ્ટ કરાયેલો આ વીડિયો ખૂબ જ વલ્ગર અને અપમાનજનક હતો. આ પ્રકારનું કૃત્ય દેશવાસીઓની રાષ્ટ્રીય લાગણીઓને ગંભીર રીતે ઠેસ પહોંચાડનારું છે.

ઉમરા પોલીસે આ રજૂઆતને ગંભીરતાથી લીધી છે અને ફરિયાદના આધારે એકાઉન્ટ ધારક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ આ વીડિયોની સત્યતા અને તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
📲Get App