🔥 TRENDING नौशेरा सेक्टर में भारतीय सेना ने पाक अ... साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण... संत रामपाल जी महाराज ने गरीबों की सहाय... આજરોજ ખંભાલીડા (મોરાર સાહેબ) ગામથી જામ... यूपी में 15 IAS अधिकारियों के तबादले,...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાંથી ઉત્તર પ્રદેશના હત્યાના પ્રયાસના આરોપીની ધરપકડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 03:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉત્તર પ્રદેશમાં ગંભીર ગુનો આચરી છેલ્લા ૪ મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો ૧૮ વર્ષીય આરોપી સુરતમાંથી ઝડપાયો છે. લીંબાયત પોલીસે બાતમીના આધારે તેને મીઠીખાડી વિસ્તારમાંથી દબોચી લીધો.

સુરત: ઉત્તર પ્રદેશમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ એક ૧૮ વર્ષીય આરોપી છેલ્લા ૪ મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો, જેને સુરત શહેરના લીંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી ઉત્તર પ્રદેશના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કર્યા બાદ પોલીસથી બચવા સુરત આવીને છુપાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુનાહિત માનસિકતા ધરાવતો આ યુવાન પોતાની ઓળખ છુપાવીને સુરતમાં મજૂરી કામ કરતો હતો અને પોલીસથી બચવા સતત પોતાનું રહેઠાણ બદલી સામાન્ય નાગરિકની જેમ જીવન જીવી રહ્યો હતો. અન્ય રાજ્યોના વોન્ટેડ આરોપીઓને પકડવાની ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લીંબાયત પોલીસને બાતમી મળી હતી કે, યુપીનો એક વોન્ટેડ ગુનેગાર લીંબાયત વિસ્તારમાં આશરો લઈ રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સતત બે દિવસ સુધી આરોપીની હિલચાલ પર વોચ રાખી પોલીસે તેનો પીછો કર્યો અને આખરે તેને મીઠીખાડી-બંગાળી ચોક પાસેથી કોર્ડન કરી ઝડપી લેવામાં સફળતા મેળવી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, પકડાયેલા આરોપીનું નામ સદરે આલમ ઉર્ફે સબે આલમ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. તે હાલ લીંબાયતના મીઠીખાડી ખાતે બનારસી ચોક, ગલી નંબર ૧૦માં રહેતો હતો.
📲Get App