🔥 TRENDING झारखंड उच्च न्यायालय के न्यायाधीश श्री... स्थानीय विधायक ने किया सामुदायिक भवन क... TVK joins INDIA bloc meet in Tamil Nad... MP Land Officer Calls State 'Murder Ca... Karnataka Man Arrested for Contact wit... Madhya Pradesh CM Mohan Yadav Briefs P...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઓગસ્ટ-૨૦૨૬ ના 'રાજ્ય સ્વાગત

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 07:56 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
છેવાડાના માનવીની લાગણી જ્યારે સંતોષાય, ત્યારે એક જનસેવક તરીકે મળતો આનંદ ખરેખર અનેરો હોય છે.

ઓગસ્ટ-૨૦૨૬ ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના નવાગામ ધનેલાના ભાઈ શ્રી તુષારભાઈએ ભટેલા ગામના મેટલ રસ્તાનું કામ પૂરું કરી તેને ડામરનો પાકો રોડ બનાવવા અંગે રજૂઆત કરી હતી.

ગ્રામજનોની આ રોજિંદી મુશ્કેલીને સમજીને, આ કામ માટે તાત્કાલિક ₹૯૯.૫૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે અને માત્ર ત્રણ જ મહિનામાં આ રસ્તો પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલો 'સ્વાગત' કાર્યક્રમ આજે પણ ગ્રામીણ નાગરિકો અને સરકાર વચ્ચેનો મજબૂત સેતુ બની, તેમની સમસ્યાઓનું સચોટ નિવારણ કરી રહ્યો છે તેનો મને વિશેષ સંતોષ છે.
📲Get App