🔥 TRENDING સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ જાપ... માંડવીના બૌધાનમાં કરોડોનો સુએઝ ટ્રીટમે... आज सुबह हथियाही–चकरधे गाँव में लोगों क... Calcutta HC Transfers Cremation FIR Pr... शिवगंज के आश्रम में संत त्रिवेणीगिरी म... Police Register Case After Woman Strip...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં પ્રેમસંબંધની અદાવતમાં રત્નકલાકાર પર ચપ્પુ વડે હુમલો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:04 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વરાછા વિસ્તારમાં પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકે રત્નકલાકાર પર છાતીના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો. આરોપીના કાકાએ પણ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી.

સુરતના વરાછા વિસ્તારમાં પ્રેમસંબંધની અદાવતમાં વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. વતનની યુવતી સાથે પ્રેમસંબંધ અને વાતચીત કરવા જેવી બાબતની તકરાર રાખીને એક યુવકે રત્નકલાકારને નીચે બોલાવી છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

આ દરમિયાન આરોપીના કાકાએ પણ વચ્ચે આવી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અપાઈ.

વરાછા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App