🔥 ट्रेंडिंग पीवीसी शीट लगाने के लिए संपर्क करें મધ્યાહન ભોજનના રસોડાનું બાંધકામ પહેલાં... अखिलेश यादव ने कांग्रेस के साथ टकराव क... नए उत्तर प्रदेश प्रमुख के बाद कांग्रेस... उत्तर प्रदेश के सीएम योगी ने 4.6 लाख छ... प्रशासनिक नाकामी या शह? केशवाही क्षेत्...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

તાતીથૈયા ગામમાં ઘરેલું ઝઘડા બાદ રેલવે ટ્રેક પર ગયેલો યુવક માલગાડી હેઠળ આવતા ગંભીર રીતે ઘાયલ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 अक्टू. 2026, 10:24 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં ઘરેલું ઝઘડા બાદ રેલવે ટ્રેક પર ગયેલો એક યુવક માલગાડીની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયો છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામમાં ગઈકાલે ઘરેલું ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ એક યુવક ઉશ્કેરાઈને રેલવે ટ્રેક તરફ ચાલ્યો ગયો હતો.

તાતીથૈયા રેલવે ફાટકથી બગુમરા તરફ જતી રેલવે લાઇન પર આ ઘટના બની હતી. યુવક રેલવે ટ્રેક પર ઊભો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી માલગાડી તેની અડફેટે આવી ગઈ હતી.

આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
📲Get App