🔥 TRENDING गांधी जयंती पर शिक्षकों के सम्मान में... Baththa Box Office: Vijay Sethupathi F... Ajay Devgn's Drishyam 3 Nets Nearly ₹1... CAT Overturns Termination of Haryana A... ED Raids TDI Group Over Gurgaon-Manesa... રાજકોટમાં જાહેરમાં હથિયાર બતાવી મહિલાએ...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાવળા-સાણંદના ખેડૂતો વીજ ટ્રાન્સમિશન લાઇન માટે યોગ્ય વળતરની માંગ સાથે મેદાનમાં

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 03 Oct 2026, 10:10 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાવળા અને સાણંદ તાલુકાના વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોનો આરોપ છે કે ૨૦૨૨ થી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે તેમ છતાં તેમને અન્યાય થઈ રહ્યો છે.

બાવળા અને સાણંદ તાલુકાના અનેક ખેડૂતો વીજ ટ્રાન્સમિશન લાઇન અને તેના ટાવરના નિર્માણથી પોતાની જમીન ગુમાવી રહ્યા છે. આ અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં વીજ ટાવર માટે ૪૦૦% વળતર અને વીજતારના કોરીડોર માટે ૩૦૦% વળતરની સમાવેશ થાય છે.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, ૨૦૨૨ થી તેઓ આ મુદ્દે ન્યાય મેળવવા માટે સતત લડત ચલાવી રહ્યા છે. તેમ છતાં, તેમની સમસ્યાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને તેમને અન્યાય થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે. આ મુદ્દે તેમની રજૂઆત ખૂબ જ ઉગ્ર સ્વરૂપે કરવામાં આવી હતી. અને બાવળા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ ખેડૂતોની માંગણીઓ અને આક્ષેપોને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને વીજ કંપનીઓ પર દબાણ વધ્યું છે. યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાની લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
📲Get App