🔥 ट्रेंडिंग कुंभारवाडीत भूकंपाचा मोठा धक्का; गावकर... குடியாத்தம் இன்னர்வீல் சங்கம் சார்பில்... ವಿಜಯಪುರ : ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯಿಂದ ವಿದ್ಯಾರ್ಥಿನ... छत्तीसगढ़ डीजीपी ने डांगी केस के लिए न... चत्तीसगढ़ बनाम त्रिपुरा: एलाइट ग्रुप ब... भारतबाला का नया धर्मपरायण फ़िल्म 'रामन...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીમાં સ્થિત ગાંધીબાગ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ પૂજ્ય ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 03 अक्टू. 2026, 09:20 AM 👁 12
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીમાં સ્થિત ગાંધીબાગ ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયાએ પૂજ્ય ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

ગાંધી જયંતિ નિમિત્તે અમરેલીમાં ખાદી ખરીદી કરીને સ્વદેશી અભિયાનને વેગ આપતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો

ગાંધીજીના સત્ય, અહિંસા અને આત્મનિર્ભરતાના વિચારો આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ

અમરેલી, ૦૨ ઓક્ટોબર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અમરેલી જિલ્લામાં વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના જિલ્લાના મહાનુભાવોએ અમરેલી સ્થિત ગાંધીબાગની મુલાકાત લીધી હતી. તમામ મહાનુભાવોએ પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી, પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રપિતાના ચરણોમાં સાદર નમન કર્યા હતા.

પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શો આજે સદીઓ પછી પણ એટલા જ પ્રાસંગિક અને દિશાસૂચક છે. ગાંધીજીએ ચીંધેલો સત્ય, અહિંસા, સમાનતા અને સત્યાગ્રહનો માર્ગ વૈશ્વિક શાંતિનો પાયો છે. બાપુએ હંમેશા ગ્રામોદ્યોગ, આંતરિક શુદ્ધિ અને માનવ મૂલ્યોના જતન પર ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, તે વાસ્તવમાં ગાંધીજીના 'સ્વદેશી' અને 'ગ્રામોત્થાન'ના સપનાને સાકાર કરવાની જ એક અવિરત યાત્રા છે.

ગાંધી જયંતિની આ ઉજવણીને અર્થપૂર્ણ બનાવતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને અન્ય પદાધિકારીઓએ અમરેલી સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવનની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાદી વણાટની વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી. ગ્રામીણ અર્થતંત્ર અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે મહાનુભાવોએ સ્થળ પર જ ખાદી બનાવટની સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી અને સમાજને પણ વધુમાં વધુ ખાદી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની અમરેલી સ્થિત ગાંધીબાગ અને ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત વેળાએ અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સહિતના હોદ્દેદારો, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પૂ.મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
📲Get App