🔥 TRENDING ਰੂਪਨਗਰ: ਸਰਸਾ ਰਾਹੀਂ ਸਤਲੁੱਜ ਦਰਿਆ ਵਿੱਚ ਸੀ... મોડાસા-આણંદ નેશનલ હાઈવે પહોળો થશે, ધનસ... ਰੂਪਨਗਰ: ਸਰਸਾ ਰਾਹੀਂ ਸਤਲੁੱਜ ਦਰਿਆ ਵਿੱਚ ਸੀ... Mohammad Akbar Questions Removal of 25... Congress Accuses Chhattisgarh Govt of... Supreme Court Docket 2026 LiveLaw (SC)...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: ગાંધી જયંતિ નિમિત્તે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શ્રમદાન..
Local

સાબરકાંઠા: ગાંધી જયંતિ નિમિત્તે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ શ્રમદાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 06:12 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી જયંતિના પાવન અવસરે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ના સંકલ્પ સાથે શ્રમદાન કરવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હિંમતનગરના મોતીપુરા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ના સંકલ્પ સાથે સામૂહિક શ્રમદાન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી..

ત્યારબાદ ઉપસ્થિત સૌએ મળીને સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપ્યું. આ પ્રસંગે, પ્રભારી મંત્રી ડૉ.પ્રધુમન વાજાએ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમની પ્રશંસા કરી.તેમણે સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો.આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સામૂહિક પ્રયાસો દ્વારા પોતાના આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.ગાંધી જયંતિના પવિત્ર દિવસે આ પ્રકારનું આયોજન લોકોને રાષ્ટ્રપિતાના સ્વચ્છતાના સંદેશને યાદ અપાવે છે.
📲Get App