🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ટ્રાફિક પોલીસ ચોકી પાસે ટ્રક ચાલકો પાસેથી હપ્તો વસૂલતા પોલીસ કર્મચારી અને દલાલો ઝડપાયા

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 02 Oct 2026, 03:08 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત: સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ ચોકી પાસે રાત્રિના અંધારામાં ટ્રક ચાલકો પાસેથી હપ્તો વસૂલતા એક યુનિફોર્મમાં અને પાંચથી છ યુનિફોર્મ વિનાના વ્યક્તિઓ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટના દર શનિવારે બનતી હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં ટ્રાફિક પોલીસ ચોકીની નજીક જ ગેરકાયદેસર રીતે હપ્તા વસૂલાતનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે રાત્રિના અંધારામાં સરદાર માર્કેટથી સ્ટેશન જતા રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ 5 થી 6 યુનિફોર્મ વિનાના અને એક યુનિફોર્મમાં પોલીસ કર્મચારી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 રૂપિયા જેટલી રકમનો હપ્તો વસૂલતા હતા.

આ પ્રકારનો ગેરકાયદેસર ધંધો દર શનિવારે પુનરાવર્તિત થતો હતો. છેલ્લા બે અઠવાડિયાથી આ અંગેની ફરિયાદો મળતી હતી. આ ફરિયાદોના આધારે, એક રેકી ગોઠવવામાં આવી હતી અને આ રાત્રિના અંધારામાં ચાલતા ભ્રષ્ટાચાર અને બેઇમાનીનો પર્દાફાશ કરવામાં આવ્યો.

આ રેડ દરમિયાન, ભ્રષ્ટ કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ, એટલે કે દલાલોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App