🔥 TRENDING Husband Murdered After Wife’s Affair i... मुख्यमंत्री योगी आदित्यनाथ की माताजी,... తణుకు మున్సిపల్ ఎన్నికల్లో 42 వార్డులప... CITU PV Pratap పిలుపు: చలో ఢిల్లీ ఉద్య... भूपट्टी में 1300बोरी दी ए पी खाद कि हु... छह महीने से ज्यादा पुरानी सीवरेज समस्य...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારી: જુવાર વાવવા બાબતે ઠપકો આપતાં છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી
Crime

ધારી: જુવાર વાવવા બાબતે ઠપકો આપતાં છરીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 02 Oct 2026, 11:20 AM 👁 79
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી શહેરમાં જમીનમાં જુવાર વાવવા બાબતે ઠપકો આપતાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધારી શહેરમાં જમીનમાં જુવાર વાવવા બાબતે ઠપકો આપતાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રણજીતસિંહ ગોહિલ (ઉંમર ૪૪) દ્વારા પ્રદ્યુમનસિંહ ભીખુભાઈ ગોહિલ વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમને જમીનમાં જુવાર વાવવા બાબતે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ રણજીતસિંહ ગોહિલના પેટના ડાબા ભાગે છરીના બે ઘા માર્યા હતા, જેના કારણે તેમને ચાર ટાંકા લેવા પડે તેવી ગંભીર ઈજા પહોંચી હતી.

આ સમગ્ર ઘટના અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ એ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App