Crime
અરવલ્લી: કાર રોકવા જતાં પોલીસ પર ફાયરિંગ, એક આરોપી ઘાયલ, હથિયારો જપ્ત
Watch on:
▶️ YouTube
અરવલ્લીના માલપુર નજીક મોરડુંગરીમાં પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આરોપીના પગમાં ગોળી વાગી છે અને પોલીસે બે હથિયાર જપ્ત કર્યા છે.
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક મોરડુંગરી વિસ્તારમાં એક દિલધડક ઘટના બની હતી. પોલીસે એક કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં બંને પક્ષે કુલ 5 રાઉન્ડ ફાયરિંગ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. LCB PI એમ. આર. ઝાલા દ્વારા જવાબી કાર્યવાહીમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની જવાબી કાર્યવાહીના પગલે એક આરોપીના પગમાં ગોળી વાગી હતી, જેને પગલે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી એક માઉઝર પિસ્તોલ સહિત કુલ 2 હથિયાર જપ્ત કર્યા છે. પોલીસના દાવા મુજબ, આ આરોપી સામે NDPS કેસમાં બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે, જે વધુ તપાસનો વિષય બન્યો છે.
આ ઘટનામાં LCB PI એમ. આર. ઝાલા, PSI પી.પી. સોલંકી અને ASI કલ્પેશ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘાયલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી પોલીસની આ કાર્યવાહીને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.