🔥 TRENDING Doordarshan and PIB Officials Fatal in... New Plant Species Unveiled in Arunacha... Shahid Iqbal Choudhary Appointed as Ar... India Holds Tawang Tourism Mart After... BCCI chief says Kashmir needs better i... Jammu & Kashmir Government Transfers E...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર જિલ્લો વસ્તી ગણતરીના બીજા તબક્કા માટે સજ્જ - સેવા સદન ખાતે તાલીમ વર્ગ સંપન્ન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 02 Oct 2026, 11:24 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર,

મહીસાગર જિલ્લા સેવા સદન ખાતેથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.

આગામી વસ્તી ગણતરી... એટલે કે, પોપ્યુલેશન એન્યુમરેશનના દ્વિતીય તબક્કાની કામગીરીને વધુ સુચારુ, પારદર્શક અને સરળ બનાવવા માટે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે, લુણાવાડા સેવા સદન ખાતે નોડલ અધિકારીશ્રી દ્વારા, નાયબ કલેક્ટરશ્રી એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને એક ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ વર્ગમાં જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને ટેકનિકલ આસિસ્ટન્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ સત્ર દરમિયાન, વસ્તી ગણતરીના બીજા તબક્કાને સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા માટે... બ્લોકની રચના, પેટા ગણતરીના બ્લોક એટલે કે સબ-બ્લોકની વ્યવસ્થા, તેમજ સુપરવાઈઝરશ્રીઓ અને ગણતરીદારશ્રીઓને બ્લોકની તાર્કિક ફાળવણી અંગે ઊંડાણપૂર્વક ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અધ્યક્ષસ્થાનેથી નાયબ કલેક્ટરશ્રી એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના ફિલ્ડ અનુભવોને ધ્યાને રાખીને, બીજા તબક્કાની કામગીરી વધુ વ્યવસ્થિત, સમયબદ્ધ અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સૌ અધિકારી-કર્મચારીઓએ સંકલન સાધીને ફરજ બજાવવાની રહેશે.

આ તકે ઉપસ્થિત તમામ અધિકારીઓએ બીજા તબક્કાની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ સચોટતા સાથે ડેટા એકત્રિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
📲Get App