🔥 TRENDING કોલ્હાપુર નજીક કાર અને બીકે વચ્ચે ભયાન... गुलामपुर प्राथमिक विद्यालय में गांधी औ... गया जिले का 162वां स्थापना दिवस कल, शह... नगर परिषद ने सफाई व्यवस्था को दुरुस्त... बाढ़ के पानी में नहाने गए तीन युवक डूब... પોર જીઆઇડીસીમાં સાપ દેખાતા કામદારોમાં...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

૧૦૮ એમ્બ્યુલન્સમાં હવે સાપ કરડવા પરનું ઇન્જેક્શન ઉપલબ્ધ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 04:26 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યમાં હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલિક ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવશે..

રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાના પ્રયાસો હેઠળ, હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓમાં સાપ કરડવા પર આપવામાં આવતું ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સાપ કરડવાના કિસ્સામાં દર્દીઓને તાત્કાલિક અને અસરકારક સારવાર પૂરી પાડવાનો છે, જેથી સમયસર સારવાર મળવાથી દર્દીનો જીવ બચાવી શકાય.હવે થી જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તાત્કાલિક ૧૦૮ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે. ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને દર્દીને જરૂરી ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપશે.આ સુવિધા દર્દીના ઘર સુધી પહોંચાડવામાં આવશે,જેનાથી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવામાં લાગતો સમય બચી જશે અને તાત્કાલિક તબીબી સહાય મળી રહેશે..

આ નવી સુવિધા સાપ કરડવાના કિસ્સામાં મૃત્યુદર ઘટાડવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આરોગ્ય સુવિધાઓ દૂર હોઈ શકે છે,ત્યાં આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે.૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓને આ ઇન્જેક્શનના ઉપયોગ અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી છે.
📲Get App