🔥 TRENDING हजारीबाग-बगोदर मार्ग पर गिरा पेड़ हफ्त... रामपुर वर्मा में प्रकृति का अद्भुत नज़ा... Baramulla Police conducts polythene c... અમદાવાદના મતદારો માટે મતદાર યાદીમાં ના... Delhi Metro Halts Entry/Exit at 11 Sta... TVS Projects Worth ₹436 Cr Highlight C...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અબડાસા: કોઠારા-ભેદીમાં ૪૦૦ એકર ગૌચર જમીન પરથી ૧૫ ઈસમોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
Local

અબડાસા: કોઠારા-ભેદીમાં ૪૦૦ એકર ગૌચર જમીન પરથી ૧૫ ઈસમોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 02 Oct 2026, 10:00 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલી ૪૦૦ એકર ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર ૧૫ ઈસમો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આશરે રૂ. ૧.૨૦ કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની સીમમાં આવેલી ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત કામગીરી દ્વારા કુલ ૪૦૦ એકર જેટલી ગૌચર જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. આ દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ. ૧.૨૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

આ કાર્યવાહીમાં કુલ ૧૫ ઈસમો સામે પગલાં લેવાયા છે. દબાણ કરનાર ઈસમોમાં હેમભા સુમરાજી ધલ, કેશુભા નવુભા સોઢા, નવુભા તેજમલજી ધલ, સામતજી તેજમલજી ધલ, ફતેસંગજી તેજમલજી ધલ, ઉકાજી તેજમલજી ધલ, સુરુભા તેજમલજી ધલ, પનુભા તેજમલજી ધલ, હરીભા જવણજી સોઢા, રામસંગજી ડુજાજી ધલ, ભરતસિંહ સતુભા ધલ, કરમજી ઉકાજી ધલ, નોંધણજી ઉકાજી ધલ, ખાનજી બારજ અને નરેન્દ્રસિંહ પચાણ સોઢાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, દબાણ કરનાર તમામ ઈસમો ભેદી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ગૌચર જમીનો પરના દબાણોને હટાવવાની આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેવી અપેક્ષા છે.
📲Get App