🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા: પાદરાના આંટી ગામે ઘોડાના તબેલામાંથી ૫૫ કિલો ગાંજો ઝડપાયો, ૨૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 02 Oct 2026, 03:15 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ગ્રામ્ય પોલીસે પાદરા તાલુકાના આંટી ગામે એક ખેતરમાં આવેલા ઘોડાના તબેલામાંથી ૫૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગાંજાની કિંમત આશરે ૨૭.૫૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસે નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરીને પાદરા તાલુકાના આંટી ગામે લાલકૂવા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે આ ખેતરમાં આવેલા ઘોડાના તબેલામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.

પોલીસે બાતમીના આધારે તબેલામાં સપાટો બોલાવ્યો ત્યારે અત્યંત ચાલાકીપૂર્વક જમીનમાં ઊંડો ખાડો ખોદીને તેમાં પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલો ૫૫ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત ૨૭.૫૫ લાખ રૂપિયા થાય છે.

આ ઘટનામાં પોલીસે સ્થળ પરથી આંટી ગામના ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેક નામના એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.
📲Get App