🔥 TRENDING यातायात के नियमों का पालन ધાંગધ્રા નજીક હાઇવે પર ક્રેટા ગાડીમાંથ... जंतर-मंतर पर पुलिस की बर्बरता के खिलाफ... પ્રાંતિજમાં દબાણ હટાવ કામગીરી વખતે ચીફ... Mammootty-Dhanush Film 'OM – Chapter 1... Official Trailer of ‘Let’s Have Kids!’...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી: અસામાજિક તત્વોના ત્રાસથી ભયનો માહોલ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Oct 2026, 10:26 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થતાં અસંતોષ અને ભયનો માહોલ સર્જાયો હતો.

હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરૂવારે રાત્રે સહકારી જીન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કેટલાક વાહનચાલકો ઈંધણ પુરાવવા માટે આવ્યા હતા. એ જ સમયે ત્યાં પહોંચેલા કેટલાક યુવાનો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઝઘડો કરનાર કેટલાક લોકો ઈંધણ પુરાવવા આવ્યા ન હોવા છતાં સામેના પક્ષ સાથે તકરાર કરી રૂઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ આ ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ વણસ્યો હતો. ઉશ્કેરાયેલા યુવાનો હાથમાં બેલ્ટ અને ધોકા જેવા હથિયારો લઈને સામેના પક્ષ પર હુમલો કર્યો હતો, જેના કારણે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
📲Get App