🔥 TRENDING हजारीबाग-बगोदर मार्ग पर गिरा पेड़ हफ्त... रामपुर वर्मा में प्रकृति का अद्भुत नज़ा... Baramulla Police conducts polythene c... અમદાવાદના મતદારો માટે મતદાર યાદીમાં ના... Delhi Metro Halts Entry/Exit at 11 Sta... TVS Projects Worth ₹436 Cr Highlight C...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 09:30 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાશે

જિલ્લામાં આગામી તા. ૧૧ ઓક્ટોબર, તા. ૧૮ ઓક્ટોબર, તા. ૨૫ ઓક્ટોબર અને તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ખાસ ઝુંબેશના દિવસો તરીકે કામગીરી હાથ ધરાશે

પ્રથમ વખતના મતદારોએ આ ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્રનો અનુરોધ


અમરેલી, તા. ૦૧ ઓક્ટોબર
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત મતદારયાદી સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ યુવા અને પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા નાગરિકોની મતદારયાદીમાં નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે. તેમજ મતદારયાદીમાં અગાઉથી નામ ધરાવતા મતદારો પોતાની મતદારયાદીની વિગતોમાં જરૂરી સુધારા કરાવી શકશે. આ ઉપરાંત, મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગેના નિયત ફોર્મ પણ રજૂ કરી શકાશે.

અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ અને તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ખાસ ઝુંબેશના દિવસો તરીકે કામગીરી હાથ ધરવામાં આવશે. આ દિવસોમાં જિલ્લામાં સમાવિષ્ટ ૧,૪૬૧ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ઉપસ્થિત રહેશે અને મતદારયાદીમાં નામ નોંધણી, વિગતોમાં સુધારા તેમજ નામ કમી કરવા અંગેના નિયત ફોર્મ સ્વીકારશે.

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર, અમરેલી દ્વારા જિલ્લામાં વસવાટ કરતા પાત્ર યુવા નાગરિકો તથા પ્રથમ વખત મતદાર બનવા લાયક નાગરિકોને આ વિશેષ ઝુંબેશનો લાભ લઈ વધુમાં વધુ સંખ્યામાં મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવવા જાહેર અપીલ કરવામાં આવી છે. લોકશાહીના પર્વમાં સક્રિય સહભાગિતા માટે દરેક પાત્ર નાગરિકનું મતદારયાદીમાં નામ નોંધાયેલું હોવું મહત્વપૂર્ણ છે.

મતદારયાદી સંબંધિત વધુ માહિતી, માર્ગદર્શન તથા જરૂરી સહાય માટે મતદારો ભારતના ચૂંટણી પંચના મતદાર હેલ્પલાઇન ટોલ-ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App