🔥 ट्रेंडिंग राजस्थान ने 3 अक्टूबर को पंचायत चुनाव... సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ఆధ్వర్యంలో గ్రామ... किन्नौर में सेब सीजन चरम पर बागवान ग्... अवैध बूचड़खानूपर खलासी मोहल्ला में छाप... પરબધામના મહંત કરશનદાસજી બાપુ અંકલેશ્વર... సోన్పల్లిలో VBGRAMG గ్రామ సభ.. ఘనంగా గ...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ અને શાસ્ત્રી જયંતિની ઉજવણી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 02 अक्टू. 2026, 02:34 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
આજ રોજ તારીખ-2 જી ઓક્ટોબરના રોજ પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી તેમજ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમોના ભાગરૂપે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.આ સાથે જ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂજ્ય બાપુના વિચારો અને તેમના જીવન દર્શન પર એક વિશેષ પ્રવચન યોજાયું હતું.દેશના મહાન નેતા સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ આ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી..

પૂજ્ય બાપુના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના સંદેશને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીજીની પ્રતિમા અને તેની આસપાસના માર્ગો પર પ્રતિકાત્મક સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી.આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ જણાવ્યું હતું કે ગાંધીજી અને શાસ્ત્રીજીના વિચારો અને આદર્શો દેશને સદાય માર્ગદર્શન આપતા રહેશે અને તેમના સિદ્ધાંતોનું પાલન કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.
📲Get App