અરવલ્લી: શામળાજીમાં ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી, 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની દહેગામડા પ્રાથમિક શાળા ખાતે ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'એક પેડ માં કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો.
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાની દહેગામડા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્યભરમાં ચાલી રહેલા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૭૭મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, વન વિભાગના અધિકારીઓ, સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભારતમાં દેશવ્યાપી અને લોકઉપયોગી એવા 'એક પેડ માં કે નામ' અભિયાન સાથે જોડાઈને પર્યાવરણનું સંરક્ષણ કરવા અને ધરતીને હરિયાળી બનાવવા માટે આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વધુમાં વધુ વૃક્ષો વાવી તેના ઉછેર અને જતનની ઉત્તરદાયિત્વભરી પ્રતિજ્ઞા લીધી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૃક્ષોના મહત્વને સમજાવવાનો છે.
આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર પ્રકૃતિની શોભા જ નથી, પરંતુ તે આવનારી પેઢીના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યનો મજબૂત આધાર છે. પર્યાવરણના સમતુલન માટે વૃક્ષોનું જતન કરવું એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે સૌને સાથે મળીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવા અને 'હરિયાળું ગુજરાત અને સ્વચ્છ, સુંદર ગુજરાત' બનાવવાના નિર્ધારને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડા, વન વિભાગના અધિકારીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.