🔥 TRENDING Raavan: Official Trailer Released, Tea... Jailer 2 Trailer Review: Director Nels... Paach Futacha Bachchan: Official Trail... Indian Airlines Add Flights, Reschedul... Bombay HC Goa Bench Criticises EC Over... Bengaluru FIR Filed Over Attempt to De...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંધી જયંતિ નિમિત્તે ‘નશામુક્ત અમદાવાદ’ માટે સાબરમતી આશ્રમથી વિશાળ વોકેથોનનું આયોજન

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Oct 2026, 06:00 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરમાં ગાંધી જયંતિના પવિત્ર અવસરે ‘નશામુક્ત અમદાવાદ’ના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી એક વિશાળ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.

ગાંધી જયંતિના પાવન અવસર નિમિત્તે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘નશામુક્ત અમદાવાદ’ના સંદેશા સાથે સાબરમતી આશ્રમ ખાતે એક વિશાળ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

આ વોકેથોનમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વોકેથોનમાં બાળકો, યુવાનો, એન.સી.સી. કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને નશામુક્તિના સંદેશને બુલંદ કર્યો હતો.

પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન અમદાવાદ પોલીસે ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષે અત્યાર સુધીમાં પોલીસે આશરે ₹31 કરોડની કિંમતનો નશીલો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જે શહેરને નશામુક્ત બનાવવાના પોલીસના પ્રયાસોને દર્શાવે છે.
📲Get App