🔥 TRENDING ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડી... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર... Two Elderly Men Killed in Car‑Bike Col... Doctor's wife booked in Shahdol child... Devotees flock to Shila Tirth in Oanka...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજસ્થાન જેલમાંથી ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 05:38 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનના ઉદેપુર જિલ્લા જેલમાં હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. આ આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

અરવલ્લીમાં-:
નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશના ભાગરૂપે અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નિરંજનસિંહ નિર્ભયસિંહ સિસોદિયા,રહેવાસી ભમરાસિયા,તા.જી.ઉદેપુર (રાજસ્થાન) ને શોધી કાઢવામાં સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ.એન.જાડેજાની સૂચનાઓને પગલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.પી.સોલંકીના નેતૃત્વ હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.આરોપી નિરંજનસિંહ સિસોદિયાના વતન અને સંભવિત રહેઠાણના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી,પરંતુ તે મળી આવ્યો ન હતો..

જો કે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર સવજીભાઈને બાતમી મળી હતી કે આરોપી નિરંજનસિંહ સિસોદિયા હાલ રાજસ્થાનના ઉદેપુર જિલ્લા જેલમાં કોઈ અન્ય ગુનામાં બંધ છે.આ માહિતીની પુષ્ટિ કરતાં પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી ઉદેપુર સેન્ટ્રલ જેલમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનામાં બંધ છે.આમ અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે..

આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીને ગુનાના કામે ધરપકડ કરવા માટે ઘટતી કાર્યવાહી કરવા માટે લેખિત જાણ કરવામાં આવી છે.આ કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પી.પી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર સોમાભાઇ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર ધર્માભાઇ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિર્મલકુમાર અમૃતભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર સવજીભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ કિશનસિંહ..
📲Get App