🔥 TRENDING ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਗੜਸ਼ੰਕਰ ਚੰਡੀਗੜ੍ਹ ਰੋਡ ‘ਤੇ ਤਿ... *ചേളന്നൂരിൽ ദാരുണഅപകടം: സ്കൂട്ടർ മറിഞ... પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી દ્વારા... તાલાલા તાલુકાના આકોલવાડી ગામમાં ગાયના... भाजपा प्रदेश प्रभारी विनोद तावड़े ने ल... Congress MP Questions Amit Shah Over L...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

ધારીના બોરડી ગામે વીજળી પડતાં ખેત મજૂરનું મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Oct 2026, 10:40 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ધારી તાલુકાના બોરડી ગામે વીજળી પડવાથી એક ખેત મજૂરનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સતત બફારા બાદ ધારી તાલુકાના ખીચા, દેવળા, મોરઝવેળા, નવાગામ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

બગસરા પંથકમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં રાહત અનુભવાઈ હતી અને વરસાદી પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા.

દરમિયાન, ધારી તાલુકાના બોરડી ગામે એક દુઃખદ ઘટના બની હતી. ખેતરમાં કામ કરી રહેલા 32 વર્ષીય મજૂર પર વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ સ્થાનિક તંત્ર દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
📲Get App