🔥 TRENDING प्रेमी संग मिलकर युवती ने की पैतृक घर... फिरोजाबाद में कैंटर की चपेट में आकर मा... GMDCLTD Shares Drop 5.1% to Rs 481.85... Gujarat vegetable vendor arrested for... Punjab High Court Orders Govt to Expla... Gunfire in Mokimpur Flood Zone Leaves...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

શ્રી આરેણા પે સેન્ટર શાળામાં ઇન્ટર્નશીપ તાલીમાર્થીઓનો ભાવુક વિદાય સમારંભ યોજાયો

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 01 Oct 2026, 08:25 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે શ્રી આરેણા પે સેન્ટર શાળામાં અર્જુન PTC કોલેજના ત્રણ ઇન્ટર્નશીપ તાલીમાર્થીઓ ક્રિશ નંદાણિયા, અયાન ઝાંગા અને વિમલ બારડનો ભાવુક વિદાય સમારંભ યોજાયો. બાળકો અને તાલીમાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા.

આજે તા. 01-10-2026 ના રોજ શ્રી આરેણા પે સેન્ટર શાળા, તા. માંગરોળ, જી. જૂનાગઢ ખાતે ઇન્ટર્નશીપ કાર્યક્રમ અંતર્ગત ફરજ બજાવતા અર્જુન PTC કોલેજના ત્રણ તાલીમાર્થી મિત્રો ક્રિશ નંદાણિયા, અયાન ઝાંગા અને વિમલ બારડ માટે ભાવસભર વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા તાલીમાર્થીઓ સાથે વિતાવેલ સમયના અનુભવો અને પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘણા બાળકો ભાવુક થઈ રડી પડ્યા હતા, જે તાલીમાર્થીઓએ બાળકો સાથે કેળવેલા આત્મીય સંબંધોની સાક્ષી પૂરે છે. ત્યારબાદ ત્રણેય તાલીમાર્થીઓએ પણ પોતાના ઇન્ટર્નશીપ દરમિયાનના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે તાલીમાર્થીઓ તરફથી શાળાને સરસ્વતી માતાની છબી અર્પણ કરવામાં આવી હતી અને તમામ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજના આ વિદાય કાર્યક્રમમાં SMC શિક્ષણવિદ શ્રી નાથાભાઈ નંદાણિયા (શિવમ ચક્ષુદાન), શાળાના આચાર્ય શ્રી મુલતાની સાહેબ, શાળાના તમામ શિક્ષકશ્રીઓ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App