🔥 TRENDING ਡੇਰਾ ਬੱਸੀ ’ਚ ਇੱਕੋ ਸਮੇਂ ਉਡੇ 500 ਡਰੋਨਾਂ... દહીસર ગામે થયેલ ચોરી एटा: नवरात्रि को लेकर अलीगंज में पीस क... Maoist Weapon Cache Recovered in Kanke... Chhattisgarh HC Rules New Study‑Leave... NEET UG Round 3 Registration Opens for...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ: નવા થોરાળામાંથી ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
Crime

રાજકોટ: નવા થોરાળામાંથી ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:29 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેર પી.સી.બી. પોલીસે નવા થોરાળા વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મકાનમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો છે.

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક-૨, શેરી નં.૨ માંથી પોલીસે એક મકાનમાંથી ઈંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી રાજકોટ શહેર પી.સી.બી. (પ્રોહિબિશન એન્ડ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીની ઓળખ હસમુખભાઈ ઉર્ફે હસુ રવજીભાઈ સીંધવ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ઈંગ્લિશ દારૂનો જથ્થો કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સફળ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેકટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઇ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
📲Get App