🔥 ट्रेंडिंग नाना पाटेकर की मौत पर टिप्पणी पर टनुश्... तनुश्री दत्ता ने नाना पाटेकर की मौत पर... एकता कपूर ने 15 साल बाद ‘द डर्टी पिक्च... भारत ने वेस्ट इंडीज को 14 रन से हराया,... रियोध में पुर्तगाल टीम के प्रस्थान पर... भारत की U-17 महिला फुटबॉल टीम ने मलेशि...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ્સમાં મેગા ડ્રાઇવ: સ્વચ્છતા અને કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી
स्थानीय

સુરતમાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ્સમાં મેગા ડ્રાઇવ: સ્વચ્છતા અને કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 अक्टू. 2026, 10:58 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટ્સ સામે એક સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યની સુરક્ષાને પ્રાધાન્ય આપીને આ મેગા ડ્રાઇવ યોજાઈ હતી.

સુરત શહેરના તમામ ઝોનમાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી રેસ્ટોરન્ટ્સ સામે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા એક સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને હાથ ધરાયેલી આ મેગા ડ્રાઇવ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન ટીમો દ્વારા રેસ્ટોરન્ટ પરિસરની સ્વચ્છતા, કિચનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાંધવામાં વપરાતા પાણીની ગુણવત્તા તેમજ ખાદ્યસામગ્રી માટે ઉપયોગમાં લેવાતા રો-મટીરીયલની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે કિચનમાં કામ કરતા કર્મચારીઓની વ્યક્તિગત શારીરિક સ્વચ્છતા અને તેમના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની પણ તપાસ થઈ હતી.

રેસ્ટોરન્ટમાંથી નીકળતા ઘન કચરા અને ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ચકાસવા ઉપરાંત ગ્રાહકોની પારદર્શિતા માટે કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઇવ પ્રસારણ બેઠક વ્યવસ્થાવાળી જગ્યા (ડાઇનિંગ એરિયા) પર દેખાય તે મુજબ સ્ક્રીન લગાવવા સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
📲Get App